સ્વછતા હી સેવા -2024 અંતર્ગત પાલનપુર ખાતે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું
23 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત તારીખ 22 સપ્ટેમ્બર 24 ના બનાસકાંઠા ના મુખ્ય મથક પાલનપુર ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. આ દોડ સવારે 9:00 વાગે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા થી શરૂ કરવામાં આવી અને કલેક્ટર કચેરી બનાસકાંઠા ખાતે સમાપન કરવામાં આવ્યું. આ રેલીને પ્રસ્થાન પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેત ઠાકર, જિલ્લા ડીડીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.હિતેશભાઈ પટેલ, DRDO ના હેડ શેખ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. આ મેરેથોનમા પાલનપુર ની જુદી જુદી શાળાના 300 બાળકોએ ભાગ લીધો હતો, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના EI અને AEI, નગરપાલિકા સ્ટાફ તથા પાલનપુર બીઆરસી અને સી.આર.સીઓ પણ જોડાયા હતા. પ્રસ્થાન પહેલા બાળકોને ટીશર્ટ વિતરણ કરવામાં આવ્યું, તેમના માટે પાણી અને ડ્રીન્કસ ની વ્યવસ્થા કરવામાં આવી તથા બાળકો કલેક્ટર કચેરી પહોંચ્યા ત્યારે ત્યાં પણ પાણી અને ડ્રિંક્સ ની વ્યવસ્થા કરવામાં આવી. રેલીના સમાપનમાં જિલ્લા ડીડીઓ સાહેબ દ્વારા બગીચામાં ભાગલેનારને સંબોધન કરવામાં આવ્યું અને આ મેરેથોન રેલીના નોડેલ શ્રી કે કે પટેલ (આચાર્ય વર્ગ -2) દ્વારા હાજર તમામ લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી રેલીમાં જોડાયેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કરી બધા છૂટા પડ્યા.