વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં પુણે તરફથી ટાટા કંપનીનાં નંબર વગરનું મીની ટેમ્પાની ચેસીસ તથા સુરત તરફથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ મારૂતિ કંપનીની એક્સએલ 6 ગાડી.ન.એમ.એચ.14 જે.એક્સ.0522 જે બન્ને સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં દાબદર ફાટક નજીક સામસામે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં બન્ને વાહનોને બોનેટનાં ભાગે જંગી નુકશાન થયુ હતુ.જ્યારે આ બનાવમાં ચાલક અને ક્લીનરોનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..