BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચની કે.જે. પોલિટેકનિક કોલેજના એન.એસ.એસ.સેલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો

ભરૂચની કે જે પોલિટેકનિક કોલેજના એન.એસ.એસ. સેલ તેમજ ડો.કિરણ પટેલ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખના રોગ, ચામડીના રોગ તેમજ જનરલ હેલ્થ ચેકઅપ કરાયું હતું.આ કેમ્પમાં તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી. લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં ડો. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો.આર.કે.બંસલ સિનિયર મેડિકલ ઓફીસર અભિનવ શર્મા,મેડિકલ એડમીનીસ્ટ્રેટર ડો.ગોપીકા મેખીયા અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!