વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૯ નવેમ્બર : કલેકટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી હતી. જેમાં વાસ્મો તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રજૂ કરાયેલી યોજનાઓને બહાલી અપાઇ હતી.બેઠકમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની કચ્છ દ્વારા અગાઉ મંજૂર થયેલી યોજનાઓ પૈકીની યોજનાને સુધારા મંજૂરી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તૈયાર કરાયેલી યોજનાઓને સૈધ્દ્વાંતિક બહાલી તથા ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાની મરામ્મત અને નિભાવણી પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડીટ સોસાયટી તથા સખી મંડળ મારફત કરાવીને મોડેલ ગામ ઉભુ કરવાના પાઇલોટ પ્રોજેકટની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેકટરશ્રી અમિત અરોરાએ યોજનાઓના સંર્દભમાં જરૂરી માર્ગદર્શન સાથે સંલગ્ન બાબતોની ચર્ચા કરી હતી.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, ડીઆરડીએ ડાયરેકટરશ્રી નિકુંજ પરીખ તથા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.