જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરીના ખાતે જિલ્લા મળેલી સંકલન આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતાં. આ બેઠકમાં વીજળી, દબાણ, ટ્રાફિક, માવઠાથી પાક નુકસાની, વિકાસલક્ષી કામો, માર્ગ અને મકાન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી,નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમર, અધિક નિવાસી કલેકટર શ્રી એન.એફ. ચૌધરી, ડીવાયએસપી શ્રી પટણી, સહિતના સંલગ્ન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ