GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના વીસીપરામાં ચોરાઉ મોપેડ સ્કૂટર સાથે એક ઈસમ ઝડપાયો
MORBI મોરબીના વીસીપરામાં ચોરાઉ મોપેડ સ્કૂટર સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના વીસીપરામાં ચોરાઉ મોપેડ સ્કૂટર સાથે એક શખ્સને ઝડપી પાડી બી ડિવિઝન પોલીસે ચોરીનો અનડીટેકટેડ ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટિમ વીસીપરા પોલીસ ચોકી પાસે વાહન ચેકીંગમા હોય તે દરમિયાન એક શંકાસ્પદ સફેદ કલરના નંબર પ્લેટ વગરના એક્ટીવા લઈને જાવેદ મહેબુબભાઈ ઉ.વ.૨૪ નીકળતા તેને અટકાવી કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા હોય જેથી પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં જોતા સ્કૂટર અકરમભાઇ હુસેનભાઇ સુમરાના નામનુ બતાવતા શખ્સની ધરપકડ કરી એક્ટિવા કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.