BANASKANTHAGUJARATPALANPUR

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

10 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

૨૧ જૂનના રોજ બનાસકાંઠામાં કુલ ૨૦ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે જિલ્લામાં ૧ જિલ્લા કક્ષાનો, ૫ નગરપાલિકા વિસ્તારમાં તથા ૧૪ કાર્યક્રમ તાલુકા કક્ષાએ યોજાશે ૨૧ મી જૂન ૨૦૨૫ના રોજ ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,પાલનપુર ખાતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલએ જણાવ્યું હતું કે, જિલ્લામાં જન ભાગીદારી થકી યોગ દિવસની ઉજવણી થાય તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગા અભ્યાસ સાથે જોડાયેલા લોકો, પોલીસ જવાનો સહિત વધુમાં નાગરિકો યોગ સાથે જોડાઈને બનાસકાંઠામાં ધામધૂમથી યોગ દિવસ ૨૦૨૫ની ઉજવણી કરાશે. તેમણે જણાવ્યું કે, ૨૧ જૂનના રોજ જિલ્લામાં યોગના કુલ ૨૦ કાર્યક્રમ યોજાશે. જેમાં ૧ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, ૫ નગરપાલિકા વિસ્તારના કાર્યક્રમ તથા ૧૪ તાલુકા કક્ષાના કાર્યક્રમ થકી યોગ દિવસની ઉજવણી કરાશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ હેડ ક્વાર્ટર,પાલનપુર ખાતે યોજાશે.
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવ જાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક પર લાવવા તથા માનવ જાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુ સાથે સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૫થી પ્રતિ વર્ષ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાય છે. આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટરશ્રી સી.પી.પટેલ, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી કમલ ચૌધરી સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!