BHUJGUJARATKUTCH

કચ્છમાં પ્રાકૃતિક કૃષિની સમીક્ષા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

પ્રાકૃતિકનો વ્યાપ વધારવા તાલીમ તથા કૃષિ પેદાશના વેચાણ માટે સુદઢ આયોજન કરવા જિલ્લા વિકાસ અધિકારીનુ સૂચન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ, તા-04 જૂન  : ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ લેવલ મોનીટરીંગ કમિટી તેમજ પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.કચ્છના આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.કે તલાટી દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે જિલ્લા વિકાસ અધિકારીને માહિતગાર કરવામાં આવ્યા હતા. બેઠકમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ(મિશન)ના કલસ્ટરમાં બેઝ કૃષિ સખી/ કોમ્યુનિટી રિસોર્સ પર્સનની તાલીમ, કામગીરી અને માનદવેતનની ચર્ચા, અવેરનેશ જનરેશન પ્રોગ્રામની વિગત, કલસ્ટર દીઠ એક બ્લોક રીસોર્સ સેન્ટરની સ્થાપના, ફાર્મર માસ્ટર ટ્રેનરની પસંદગીને બહાલી તથા અમલમાં આવેલી નવીન યોજનાઓની ચર્ચા સાથે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી એ પ્રાકૃતિક કૃષિના લાભ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે તથા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે દિશામાં પ્રયાસ કરવા સાથે તાલીમનું સુદ્ઢ આયોજન કરવા સાથે આગામી રણોત્સવમાં પ્રાકૃતિક ખેતીના સ્ટોલ મુકવા અંગે સૂચન કર્યું હતું. આત્મા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમને જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિના અભિયાન અંગે જાણકારી આપવામાં આવી હતી. કલસ્ટરબેઝ તાલીમ, કલસ્ટર, તાલુકા અને જિલ્લાકક્ષાએ વેચાણ કેન્દ્રો, વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓના લાભાર્થી, પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડલ ફાર્મના જમીનના એકત્રીકરણ અને પૃથ્થકરણની કામગીરી, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના, પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત-ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે સહાય, રાસાયણિક ખાતરના વપરાશના ડેટા સહિતની બાબતની સમીક્ષા કરવામાં આવી હતી.આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ.વાઘેલા, નાયબ બાગાયત નિયામક મનિષ પરસાણિયા, સર્વે મદદનીશ ખેતી નિયામકશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારી ઓ તથ સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!