GUJARATJUNAGADH

ખર્ચ નિરીક્ષકશ્રી ઘનીષ્ઠ યાસુની અધ્યક્ષતામાં જૂનાગઢમાં બેઠક યોજાઇ

ખર્ચ નિરીક્ષકશ્રી ઘનીષ્ઠ યાસુની અધ્યક્ષતામાં જૂનાગઢમાં બેઠક યોજાઇ

આવક વેરા વિભાગ, એસજીએસટી,લીડ બેંક,સીજીએસટી, સહિતના નોડલ ઓફિસરોની ઉપસ્થિતિમાં ખર્ચ નિરીક્ષણ અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આગામી તા.૧૯ જુનના રોજ ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે ખર્ચ નિરીક્ષક તરીકે શ્રી ઘનીષ્ઠ યાસુની નિમણૂંક કરવામાં આવી છે.આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં ખર્ચના નોડલ ઓફિસર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એ.જાડેજા સહિત,આસીસટન્ટ નોડલ શ્રી રમેશ સુવા, આવક વેરા, એસજીએસટી, લીડબેંક,સીજીએસટી, કસ્ટમ, એક્સાઇઝ તથા નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.ખર્ચ નિરીક્ષકશ્રી ઘનીષ્ઠ યાસુએ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ન્યાયી રીતે યોજી શકાય તેં માટે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.ચૂંટણીમાં ઉમેદવાર દ્વારા કરવામાં આવતાં ખર્ચનું નીરિક્ષણ રાખવા તથા તેની યોગ્ય રીતે નોંધણી થાય તથા તે અંગેના હિસાબોને નિભાવવામાં આવે તે માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ખર્ચ નિરીક્ષકશ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી ની સમીક્ષા કરી જરૂરી સૂચના આપવામાં આવેલ હતી.ખર્ચ નિરીક્ષકશ્રી એ આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછીથી AEOs, FSTs,SSTs, VSTs,VVTs,ATs, MCMC, 24*7 કંટ્રોલ રૂમ જેવી ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલ વિવિધ ટીમ દ્રારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી.આ ઉપરાંત ચૂંટણી ફરજો માટે નિયુક્ત કરાયેલા વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરો તેમજ ચૂંટણી ફરજ સોંપાયેલ સ્ટાફ, તેમને અપાયેલ તાલીમો, સિ-વિજીલ તેમજ હેલ્પલાઇન પર આવેલ આચારસંહિતા ભંગની ફરિયાદો અને તેના નિવારણ અર્થે કરાયેલી કામગીરી, સ્ટેટિક સર્વેલન્સ ટીમની સંખ્યા અને સ્થળો તથા જપ્ત થયેલ, દારૂ, સહિતના ગેરકાયદેસર સામાનની માહિતી, સુરક્ષા માટે સી.આર.પી.એફ.કંપનીઓની તૈનાતી વગેરે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની જાણકારી મેળવી હતી. તેમજ ઉમેદવારના શંકાસ્પદ ટ્રાન્જેકશન પર મોનીટરીંગ રાખવા સહિતની બાબતોની સૂચનાઓ આપી હતી આ બેઠકમાં આસીસ્ટન્ટ નોડલ શ્રી રમેશ સુવા એ આંચારસહિતા અમલી બન્યા પછી થી ચૂંટણી કામગીરી અંગે ખર્ચ નિરીક્ષકને અવગત કરાવ્યાં હતા.ખર્ચ નિરીક્ષકશ્રીએ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરવામાં આવેલ ખર્ચ નિયંત્રણ એકમ,કંટ્રોલ રૂમ અને મીડિયા મોનિટરીંટ રૂમની મુલાકાત લઇને થઇ રહેલ કામગીરીથી માહિતગાર થયા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!