GUJARATKUTCHMUNDRA

મુન્દ્રા માં રાષ્ટ્રીય સમૂહ ગાન પ્રતિયોગિતા યોજાઈ.

વાત્સલ્યણ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા-30 સપ્ટેમ્બર  : ભારત વિકાસ પરિષદ મુન્દ્રા કચ્છ શાખા દ્વારા મુન્દ્રા ની જુદી જુદી શાળાઓ વચ્ચે રાષ્ટ્રીય સમૂહ ગાન પ્રતિયોગિતા તારીખ 29 -09 -2024 રવિવાર ના રોજ મુન્દ્રા મુકામે શ્રી સરસ્વતી શિશુ મંદિર શાળા માં યોજવામાં આવી હતી.રાષ્ટ્રીય સમુહ ગાન પ્રતિયોગિતા કાર્યક્રમમાં અતિથિ તરીકે મુન્દ્રા નગર કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શ્રી સૌમિલ ભાઈ દવે, સૌરાષ્ટ્ર/ કચ્છ પ્રાંત ના સહ મહિલા સહભાગિતા શ્રીમતી કાજલ બેન બાવરિયા, પ્રચાર – પ્રસાર સંયોજક શ્રી રાજેન્દ્ર ભાઈ કુબાવત, પ્રાંત સહ સચિવ શ્રી ભૂષણ ભાઈ ભટ્ટ અને સરસ્વતી શિશુ મંદિર ના ટ્રસ્ટી શ્રી જીતુ ભાઈ માલમ અતિથી વિશેષ તરીકે રહ્યા હતા.આમંત્રિત મહેમાનનો નું શાબ્દિક સ્વાગત મુન્દ્રા શાખા ના અધ્યક્ષ શ્રી પરાગ ભાઈ સોમપુરા એ કર્યું હતું.સાથે – સાથે પધારેલા સર્વે પદાધિકારીઓનું કુમકુમ તિલક થી સ્વાગત કર્યા બાદ સંસ્થા અને પ્રસંગ પરિચય પ્રાંત પ્રચાર પ્રસાર સંયોજક શ્રી રાજેન્દ્ર ભાઈ કુબાવત દ્વારા આપ્યા બાદ કાર્યક્રમની શરૂઆત ખુબ ઉત્સાહપૂર્વક થઈ હતી રાષ્ટ્રીય સમૂહ ગાન પ્રતિયોગિતામાં જુદી જુદી શાળાની 16 ટીમના કુલ 176 સ્પર્ધકો દ્વારા વિવિધ દેશ ભક્તિ ના હિન્દી અને સંસ્કૃત ના ગીતોની પ્રસ્તૃતિ ખૂબ જ સુંદર રીતે કરી હતી અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની બહોળી ઉપસ્થિતિ રહી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન N G S G ના સંયોજક શ્રીમતી હિરલ બેન રાવ તથા સુરુચિ બેન મોડ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ને અંતે હિન્દી વિભાગ માં અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર ની ટીમ પ્રથમ ઘોષિત કરવામાં આવેલ, દ્વિતીય ક્રમે ઋષિરાજ સ્કૂલ તથા તૃતીય ક્રમે અદાણી પબ્લિક સ્કૂલ વિજેતા થયેલ હતી.અને બીજા સંસ્કૃત વિભાગ માં પ્રથમ અદાણી પબ્લિક સ્કૂલ, દ્વિતીય ઋષિરાજ વિદ્યાલય અને તૃતીય ક્રમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઝરપરા આવેલ હતી, બાળકોને શીલ્ડ અને સર્ટિફિકેટ અને આપીને સન્માનિત કરવામાં આવ્યા તેમજ ભાગ લીધેલ તમામ બાળકો ને સર્ટિફિકેટ આપી ને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.સાથે સાથે હિન્દી વિભાગ માં પ્રથમ આવેલ અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વર ટીમ પ્રાંત માં તા. 6/10/2024 ના રોજ મોરબી મુકામે પોતાની પ્રસ્તુતિ રજૂ કરવા જશે.ખૂબ જ સુંદર આયોજનથી કાર્યક્રમ દીપી ઉઠ્યો . આ કાર્યક્રમમાં સચિવ શ્રી કેતન ભાઈ પ્રજાપતિ, ખજાનચી શ્રી કુલદીપ ભાઈ મોડ, ઉપપ્રમુખ શ્રી સ્નેહલ ભાઈ વ્યાસ,સંગઠન મંત્રી શ્રી મનોજ ભાઈ પરમાર,મહિલા સંયોજીકા શ્રીમતી પ્રિયંકાબેન પ્રજાપતિ, વસંત ભાઈ પટેલ, રાજેશ ભાઈ ઠક્કર,મંજુલ ભાઈ ભટ્ટ, મયુર ભાઈ ઠુમ્મર, હેતલ બેન ઉમરાણીયા, આરતી બેન ભટ્ટ, નેહા બેન મહેતા, શેફાલી બેન સોમપુરા, શિલ્પા બેન ઠક્કર, જયશ્રી બેન સોની, તેમજ તમામ કારોબારી સદસ્યો અને શાખાના સદસ્યોએ ખૂબ મહેનત કરી ને કાર્યક્રમને ખૂબ જ સુંદર સ્વરૂપ આપેલું હતું. જેના કારણે કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયો.કાર્યક્રમના અંતમાં શાખા પ્રમુખ નું શ્રી પરાગ ભાઈ સોમપુરા દ્વારા ઉદબોધન અને આભાર વિધિ શ્રી ભૂષણ ભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી. ત્યારબાદ જન ગણ મન… સાથે – સાથે રસ મધુર ભોજન કર્યા બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!