વાતસ્સમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૧ નવેમ્બર : રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, રાપર ઉત્તર રેન્જ દ્વારા ધોળાવીરા ખાતે તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૨૯/૧૧/૨૦૨૪ સુધી પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે રસ ધરાવતી શાળા/કોલેજને આમંત્રિત કરવામાં આવે છે. ધોરણ ૮ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી/ વિદ્યાર્થિનીઓ વહેલા તે પહેલાના ધોરણે લાભ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રસ ધરાવતી સ્કૂલ/સંસ્થાઓને રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, રાપર(ઉત્તર) રેન્જ,પાણી પુરવઠા ઓફિસની બાજુમાં રાપર-કચ્છ (મો.નં.૯૪૨૬૨૮૨૩૭૦ અને મો.નં.૯૯૦૯૬૯૨૩૮૫ તેમજ મો.નં.૯૭૨૫૯૮૨૫૩૫) સરનામે અરજી કરવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, રાપર ઉત્તર રેન્જ દ્વારા જણાવાયું છે.