મુળી ના લીયા ગામે નવજાત શિશુ ત્યજી દીધેલ હાલતમાં મળ્યૂ.
મુળી તાલુકાનાં લીયા ગામે નવજાત શિશુ ત્યજી દીધેલ હાલતમાં મળતા ચકચાર
સ્થાનિક સરપંચ દ્વારા હોસ્પિટલ અને પોલીસ ને જાણ કરવામાં આવી.
સરપંચ દ્વારા જાણ કરવામાં આવતા તાત્કાલિક 108 મારફતે નવજાત શિશુને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યું.
સ્થાનિક સરપંચ દ્વારા આજુબાજુ નાં વિસ્તારો માં જાણ કરવામાં આવી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો.
પોલીસે બાળક ના માતા,પિતા ની શોધખોળ શરૂ કરી.
તપાસમાં નામ બહાર આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા