GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને નવાગામ ખાતે રાત્રિ સભા યોજાઈ

તા.૨૫/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને નવાગામ ખાતે રાત્રિ સભા યોજાઈ હતી.ગ્રામજનોએ આ પ્રસંગે મંત્રીશ્રીનું સ્વાગત કરી મીઠો આવકાર આપ્યો હતો.

ગ્રામજનોએ આ સભામાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સમક્ષ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. શિક્ષણ, સિંચાઈ, તળાવ, પીવાનુ પાણી, સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ વગેરે સહિતની બાબતો પર મંત્રીશ્રીએ ગ્રામજનો અને ખેડૂતો સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત નવાગામ અને બામણબોર ગામમા સિંચાઈ સહિતના કામો અંગે વિસ્તૃત જાણકારી મેળવી મંત્રીશ્રીએ ઉપસ્થિતોને સરકારને વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ રાત્રિ સભામાં મંત્રીશ્રી બાવળીયા સાથે પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ તથા આસપાસના ગામોના નાગરિકો સામેલ થયા હતા

Back to top button
error: Content is protected !!