DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા વિધાનસભાના નવલગઢ ગામે રાત્રિ સભા યોજાઈ, ગામજનોને ખોટી અફવાઓથી દૂર રહી સાચી માહિતી પર ધ્યાન રાખવા અપીલ

તા.12/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ એસઆઈઆર ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ ધ્રાંગધ્રા વિધાનસભાના નવલગઢ ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં ગામના સરપંચ, તલાટી, તમામ બીએલઓ તથા ગામલોકોની ઉપસ્થિતિમાં એસઆઈઆરની સંપૂર્ણ પ્રક્રિયાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી ગામજનોને ખોટી અફવાઓથી દૂર રહેવા માત્ર સાચી અને વિશ્વસનીય માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી હતી એસઆઈઆર બાબતે રહેલી ભ્રમણાઓ, મુંઝવણો તથા પ્રશ્નોને સાચી અને સ્પષ્ટ માહિતી દ્વારા દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા સભાના અંતે, ગ્રામજનોએ તેમની મતદાર યાદી સાથે જોડાયેલી તમામ શંકાઓ અને પ્રશ્નોનું સંતોષકારક નિવારણ મેળવ્યું હતું ગામ લોકોએ આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ આપી હતી.

Back to top button
error: Content is protected !!