ABADASAGUJARATKUTCH

“મીલ્કર્સ નોડ્યુલ્સ/પાકલો/પાચેડો/છાછીયા રોગ વિશે તકેદારી બાબત”સુચન કરવામા આવ્યુ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.

અબડાસા, તા-29 નવેમ્બર  : કચ્છ જીલ્લાનાં અબડાસા તથા બન્ની વિસ્તારમાં ગાયો તથા ભેંસોમાં મીલ્કર્સ નોડ્યુલ્સ (સ્યુડો કાઉ પોક્ષ)/પાકલો/પાચેડો નામની બિમારીનાં કેસ જોવા મળે છે. આ રોગ પેરાપોક્ષ નામના વિષાણુ (વાયરસ) થી થાય છે. આ રોગમાં મુખ્ય રીતે આઉ તથા આંચળમાં ચાંદા પડે છે. આ રોગનો ફેલાવો મુખ્ય રીતે એક પશુમાંથી બીજા પશુમાં પશુપાલક દ્વારા ખુલ્લા હાથે દોહવાથી થાય છે. તેમજ આ રોગવાળા પશુને પશુપાલક દ્વારા ખુલ્લા હાથે દોહવામાં આવે તો પશુપાલકને પણ આ રોગ થવાની સંભાવના રહે છે. જેમાં પશુપાલકને ખૂબ તાવ આવે છે તથા હાથમાં ચાંદા પડે છે.આ રોગને ફેલાતો અટકાવવા માટે દરેક પશુનાં આઉ તથા આંચળને પી.પી. વાળા પાણીથી પહેલા ધોવા અને ત્યારબાદ દૂધ દોહન કરવું. જે પશુને આ બિમારી થયેલ હોય તે પશુને સૌથી છેલ્લે દોહવાનો આગ્રહ રાખવો તથા આવા પશુને દોહવા માટે હાથ મોજા (ગ્લવ્સ) નો ઉપયોગ કરવો. બિમારીથી અસરગ્રસ્ત પશુને ચરિયાણમાં કે તળાવની આજુબાજુ મોકલવા નહીં તથા આવા પશુને ઘેર બાંધી ત્યાં જ ચારો – પાણી કરવા જેથી આ બિમારી બીજા પશુઓમાં ફેલાતી અટકાવી શકાય. બિમાર પશુને જ્યાં ચાંદા હોય તે જગ્યાએ ઝીંક ઓક્ષાઈડનો પાઉડર કોપરેલ તેલમાં મીક્ષ કરી લગાવવો તથા વધુ સારવાર માટે નજીકનાં પશુ દવાખાનાનો સંપર્ક કરવો તેમ નાયબ પશુપાલન નિયામકશ્રી જીલ્લા પંચાયત, કચ્છ દ્વારા જણાવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!