જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જૂનાગઢ ખાતે વર્ષ દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે યોજાઈ રહેલી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંતર્ગત પુસ્તક પઠન પ્રક્રિયા અને પુસ્તક પરિસંવાદની નવતર પ્રયોગ શિબિર યોજાઈ હતી. જેમાં ગત તારીખ ૧૦-૦૩-૨૦૨૫ થી ૧૧-૦૩-૨૦૨૫ સુધી ચાલેલી આ શિબિરમાં શિક્ષણ વિભાગના વિવિધ તજજ્ઞો, શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ શિબિરમાં તાલીમાર્થીઓ માટે પુસ્તક પઠનની શૈક્ષણિક મહત્તા અને નવતર શૈક્ષણિક પદ્ધતિઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં શ્રી નરેશભાઈ ગોહિલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના શિક્ષકો, શિક્ષણવિદો અને શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવા વિવિધ ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમના આયોજન ઉદેશ્ય એ છે કે પુસ્તકોના રસપ્રદ અને અસરકારક વાંચન માટે નવીન પદ્ધતિઓ, વિદ્યાર્થીઓ માટે પઠન અને ચર્ચા દ્વારા અભ્યાસક્ષમતા સુધારવાની તકો મળે, પ્રેરણાત્મક ભાષણો અને શૈક્ષણિક માર્ગદર્શન મળે તે રહેલો છે. આ શિબિરમાં વિવિધ શિક્ષણવિદો, પુસ્તકાલયના સ્ટાફ મિત્રો, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, વાંચન પ્રેમીઓ, વિદ્યાર્થીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ