અંકલેશ્વરમાં દોઢ વર્ષનું બાળક ઘરમાં લોક થઈ ગયું; ફાયર વિભાગે ટેરેસ પરથી ઘરમાં ઉતરી સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટના ચોથા માળે દોઢ વર્ષનું બાળક ઘરમાં લોક થઈ જતાં ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સહીસલામત બહાર કાઢ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ પાસે આવેલા નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટના ચોથા માળે માતા ઘરની બહાર આવતાં બાળકના હાથે ભૂલથી અંદરથી દરવાજો લોક થઇ ગયો હતો. માતાએ ઘણો પ્રયત્ન કરવા છતાં લોક નહિ ખુલતાં માતાએ ફાયર વિભાગને જાણ કરરી હતી. જેથી ફાયર ફાયટરો અને સામાજિક આગેવાન રજનીશસિંગ સ્થળ પર દોડી આવ્યા હતા. ભયભીત બાળક દરવાજાથી દૂર ન ખસતાં દરવાજો તોડવાથી બાળકને ઈજાનો ભય હતો. જેથી બાળકની સલામતી માટે ફાયર બ્રિગેડની ટીમ ટેરેસમાંથી ઉતરી બાળકનું સલામત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તેને બહાર કાઢ્યું હતું. અંતે બાળકનું સલામત રેસ્ક્યૂ કરવામાં આવતાં સૌ કોઈએ ફાયર બ્રિગેડની પ્રશંસનીય કામગીરીને બિરદાવી કરી હતી.