બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૯/૦૧/૨૦૨૫
દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક અને નયનરમ્ય એવા નેત્રંગ તાલુકામાં આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દેશની એક નામાંકિત શૈક્ષણિક સરકારી કોલેજ છે. NAAC દ્વારા કોલેજને ‘B’ ગ્રેડ પ્રાપ્ત થયો છે. GSIRF માં આ કોલેજને ‘બે સ્ટાર’ મળ્યા છે. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વિવિધ અકાદમિક સિદ્ધિઓ માટે નામાંકિત છે. દર વર્ષે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓને તેમના તેજસ્વી સંશોધનપત્રોને રજૂ કરવા અને તેના વિશે ચર્ચા કરવાનો સુવર્ણ અવસર આપે છે.
ત્યારે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ તારીખ ૩૧મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૯:૩૦ કલાક થી સાંજે ૪:૩૦ કલાક દરમિયાન ત્રણ સત્ર માં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ સંયુકત ઉપક્રમે સાંપ્રત દલિત સાહિત્ય વિષય એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું સંયોજક ડૉ. એન.એમ. રાઠવા તથા સમગ્ર કૉલેજ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.