BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયાના ગુમાનદેવ ખાતે ભરૂચ વર્તુળના ક્ષેત્રિય વન કર્મીઓની એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

ઝઘડિયાના ગુમાનદેવ ખાતે ભરૂચ વર્તુળના ક્ષેત્રિય વન કર્મીઓની એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

 

ઉપસ્થિત વન કર્મીઓને પ્રેઝન્ટેશન દ્વારા રોપા ઉછેર સહિત અન્ય વિષયો બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી

 

ઝઘડિયા તા.૧૩ માર્ચ ‘૨૫

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ વનચેતના કેન્દ્ર ખાતે તા.૧૨ મીના રોજ ભરૂચ વનવિભાગના ક્ષેત્રિય કર્મચારીઓનો એક દિવસીય તાલિમ કાર્યક્રમ યોજાયો હતો.ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના વન સંરક્ષક આનંદ કુમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એગ્રોફોરેસ્ટ્રી અન્ડર આર.કે.વી.વાય યોજના અંતર્ગત નર્સરી મેનેજમેન્ટ, મોનીટરીંગ અને ઇવેલ્યુએશનના વિષય બાબતે ભરૂચ ક્ષેત્રીય વનકર્મીઓની આ એક દિવસિય વર્કશોપમાં નાયબ વન સંરક્ષક ભરૂચ ઉર્વશીબેન પ્રજાપતિ, નવસારી કૃષિ યુનિવર્સિટીના સિનિયર સાયન્ટિસ્સ ડો.વી.એમ.પ્રજાપતિ તેમજ ડો. અભિષેક મહેતા તથા ભરૂચ સર્કલના વન અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભરૂચ સર્કલના ક્ષેત્રિય સ્ટાફને આર.કે.વી.વાય. નર્સરી મેનેજમેન્ટ, એક્રેડીટેશન, ક્વોલીટી પ્લાન્ટીંગ મટીરીયલ તેમજ મોનીટરીંગ અને ઇવેલ્યુએશન બાબતે ડો.વી.એમ.પ્રજાપતિ તેમજ ડો. અભિષેક મહેતા દ્વારા પ્રેઝન્ટેશનથી વિસ્તૃત સમજ આપવામાં આવી હતી, તેમજ વર્કશોપમાં હાજર રહેલ વનકર્મીઓને આર.કે.વી.વાય. નર્સરીની વિઝીટ કરાવી નર્સરીમાં રોપા ઉછેર અને નર્સરી મેનેજમેન્ટ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!