GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ ખાતે કવિ વિજયભાઇ પીંગળીવાળા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.

તારીખ ૧૫/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મુખ્ય મથક મામલતદાર કચેરી આગળ ડો આંબેડક પ્રતિમા ના ચોક ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી નિમિતે કાલોલ તાલુકાના કવિ વિજયભાઇ પ્રીત પીંગળીવાળા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ તબક્કે કાલોલ શહેર અને ગ્રામ્ય પરિવેશ પંથક ના જન નાગરિકો વડીલો અધિકારીઓ-કર્મચારીઓ અને યુવાનો તથા બહેનો ઉપસ્થિત રહી રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત કવિ વિજયભાઇ પીંગળીવાળા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને પ્રદીપસિંહ પરમાર વિર નેતાઓ શહિદો ને યાદ કરી વિસ્તૃત છણાવટ કરી હતી આ પ્રસંગે બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.










