હાલોલ- બસ સ્ટેશન વિસ્તારમાં જુની અદાવતે બે ઈસમો બાખડ્યા,સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ
રિપોર્ટર કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૭.૨૦૨૪
હાલોલ બસ સ્ટેન્ડ પાસે ભરચક વિસ્તારમાં જૂની અદાવત ને લઇ છુટ્ટા હાથ ની મારા મારી માં બંને ઇસમોને ઇજા થતા સારવાર કરાવી હાલોલ ટાઉન પોલીસ મથકે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ વિઠ્ઠલ ફળીયા માં રહેતા અને બસ સ્ટેન્ડ પાસે ખોડિયાર પ્રોવિઝન સ્ટોરના નામે પાન પડીકીની દુકાન ધરાવતા સતીશ શંકરભાઇ પરમાર એ હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ માં જણાવ્યું છે કે તેઓ પોતાની દુકાને હતા ત્યારે બપોર ના બે વાગ્યાના સમયગાળા દરમ્યાન હાલોલ ના ભારોના ખાતે રહેતા પ્રવીણભાઈ માછી આવી જૂની અદાવત રાખી માં બેન ની ગાળો બોલતા તેને ગાળો બોલવાની ના પાડતા પ્રવીણભાઈ ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરવા લાગેલ અને તેને હાથમાં રાખેલ ચપ્પુ ફરિયાદી સતિષભાઈ ને માથાના ભાગે મારી દીધેલ જેને લઇ તેમને ઈજાઓ થઇ હતી મારામારી થતા લોકો દોડી આવ્યા ને તેમને વધુ મારથી બચાવ્યા હતા.જયારે પ્રવીણભાઈ માછી એ આપેલ ફરિયાદમાં જણાવ્યા હતું કે હું સતિષભાઈ ની દુકાને ગયો હતો ત્યારે સતીશભાઈ એ કહ્યું હતું કે બીજાઓ સાથે મને મારી નાખવાની ધમકી કેમ આપે છે.હું તારી સામે ઉભો છું બોલ તારે શું કરવું છે.તેમ વાત કરતા ઉશ્કેરાઈ ગયેલ અને હવે તું અહીં આવી ગયો છું તો તને જોઈ લેવો છે તેમ કહી માં બેન સામેની ગાળો બોલવા લાગેલ અને ઝપાઝપી થતા બાજુમાં ચણા પુલાવ ની દુકાન માંથી લોખંડ નો ઝારો લઇ મને માથામાં મારી દીધેલ જેને લઇ હું લોહી લુહાણ થઇ ગયો હતો.ઝગડો થતા લોકો આવી જતા હું વધુ માર થી બચી ગયો હતો મને ઇજા ઓ થતા સરકારી દવાખાને સારવાર કરાવી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.આમ ઝગડામાં માં બંને પક્ષે સામ સામે ફરિયાદ હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.જોકે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરચક એરિયામાં ભર બપોરે જ્યાં લોકો ની અવર જવર વધુ હોય છે તે જ્ગ્ય્યાએ પોલીસ ની જાણે કોઈ બીક ના હોય તેવી રીતે છુટા હાથ ની મારામારી થતા એકે ચપ્પુ માર્યું તો એકે લોખંડ નો ઝારો માર્યો હતો. મારામારી થતા અફરા તફરી સાથે ભાગદોડ મચી ગઈ હતી.