DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રાના ઝાલા રોડ પાસેથી અજાણ્યો શખ્સ ત્રણ લાખ ભરેલી થેલી લઈ ભાગી જતા નોંધાઈ પોલીસ ફરિયાદ

તા.12/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા એસબીઆઇ બેન્કમાંથી ત્રણ લાખ રૂપિયા ઉપાડીને ઝાલા રોડ પર મોટર સાયકલ રીપેર કરાવવા જતા રૂપિયા ભરેલી થેલી બાજુના ઓટલા પર મુકાતા અજાણ્યો શખ્સ ત્રણ લાખ રૂપિયા ભરેલી થેલી નજર ચુકવીને લઈને ફરાર થઈ ગયો હતો જેમા સીસીટીવી ફૂટેજના આધારે સીટી પોલીસમાં અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાઈ છે ધ્રાંગધ્રા શહેરમા બેન્કમાંથી લોકો પૈસા ઉપાડીને નીકળે ત્યારે અવાર નવાર પૈસા લઈને ભાગી જવાના બનાવો બને બન્યા છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે રહેતા દેવજીભાઈ ગલાભાઈ ધોળકિયા ધ્રાંગધ્રા શાક માર્કેટ પાસે આવેલી એસબીઆઇ બેન્ક માંથી ત્રણ લાખ રૂપિયા ઉપાડીને કાપડની થેલીમાં નાખીને નીકળ્યા ત્યારે શખ્સ દ્વારા આધેડ ની પીછો કરવામાં આવ્યો હતો જેમાં ઝાલા રોડ પર આવેલી મહેતા ટ્રેડિંગ સામે કનૈયા ઓટો ગેરેજ મોટરસાયકલ રીપેર કરવા જતા ત્રણ લાખ રૂપિયા કાપડની થેલી ભરેલી સાઈડમાં ઓટલા પર રખાતા એક અજાણ્યો શખ્સ દ્વારા નજર ચૂકવીને ત્રણ લાખ રૂપિયા ભરેલી કાપડની થેલી લઈને ભાગી ગયો હતો જેમાં થેલીની તપાસ કરતા થેલી નહી મળતા આસપાસ તપાસ કરતા પણ નહી મળતા ઝાલા રોડ પર આવેલી દુકાનોના સીસી ટીવી ચેક કરતા શખ્સ ત્રણ લાખ રૂપિયા ભરેલી થેલી લઈને ભાગતાં શખ્સ જોવા મળતા ધ્રાંગધ્રા સીટી પોલીસમા અજાણ્યો ઈસમ સામે ફરીયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજ ના આધારે ધ્રાંગધ્રા સીટી પોલીસ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!