તા.૧૬.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના કતવારા ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પી.આર.આઇ મીટીંગ યોજાઈ
દાહોદના આગાવાડા અને કઠલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તાર ના જીલ્લા પંચાયત સભ્ય , તાલુકા પંચાયતના સભ્ય ગ્રામ પંચાયત સરપંચ અને ગ્રામ પંચાયત ના સભ્યને ટીબી મુક્ત ગ્રામ પંચાયત હેઠળ પી આર આઈ મીટીંગ કરવામાં આવી જેમાં માન.પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અભિયાન ને સાર્થક કરવા માટે તમામ પંચાયતી રાજના સભ્ય ને મારુ ગામ ટીબી મુક્ત ગામ માટે આહવાન કરવામાં આવ્યું આ પી આર. આઇ મીટીંગ માં પૂર્વ કારોબારી અધ્યક્ષઅને જીલ્લા સભ્ય ઝીથરા ભાઇ ડામોર દશલા , જોગડા ભાઇ બદિયાભાઇ અમલિયાર , તાલુકા સભ્ય ખાપરીયા, સુરેન્દ્રસિંહ ઉદેસિંહ નાયક પૂર્વ જીલ્લા મંત્રી ચંદવાણા, રજનીકાંત પરમાર તાલુકા કારોબારી અધ્યક્ષ દાહોદ સહિત ના મહાનુભાવો હાજર રહ્યા હતાં
આ પી આર આઈ મીટીંગ જીલ્લા ક્ષય અઘિકારી ડૉ આર ડી પહાડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ જેમાં મેડીકલ ઓફિસર , આરોગ્ય કર્મચારીઓ અને પંચાયતી રાજના સભ્યો હાજર રહ્યા હતા પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે. યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધિયોગીક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અન્વયે આજ રોજ જીલ્લા સદસ્ય ઝીથરાભાઇ ડામોર તાલુકા સભ્ય જોગડાભાઇ બદિયાભાઇ અમલિયાર, તાલુકા કારોબારી અધ્યક્ષ રજનીકાંત પરમાર, પૂર્વ જીલ્લા મંત્રી સુરેન્દ્રસિંહ નાયક સહિત ના મહાનુભાવો નિક્ષય મિત્ર બની ને કુલ.૧૨ ટીબીના દર્દીને ન્યુટ્રિશન કીટ આપવામાં માટે આહવાન કરવામાં આવ્યું હતું