GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી:નશાબંધી અને આબકારી ખાતું અને પ્રગતિ મહિલા મંડળ દ્વારા આઈટીઆઈ ખાતે વ્યસન મુક્તિ જાગૃતતા અંગે કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૭: ગત તા.૨૬ જૂનના આંતરરાષ્ટ્રીય ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે નશાબંધી અને આબકારી ખાતું નવસારી અને પ્રગતિ મહિલા મંડળ બિલપુડી દ્વારા નવસારી આઇટીઆઇ ખાતે વ્યસન મુક્તિ જાગૃતતા અંગે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે પ્રગતિ મહિલા મંડળ બિલપુડીના પ્રમુખ વનીતાબેન ગાંવિત સહિત નશાબંધી અને આબકારી ખાતું નવસારીના સબ ઇન્સ્પેક્ટર એન.આર.વસાવા, જુનિયર ક્લાર્ક ડી.એમ.વારીયા, જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ કમ પ્રોબેશન ઓફિસર બીના પટેલ, જિલ્લા કાનુની સેવા મંડળના રશ્મિબેન તથા આઇટીઆઇના શિક્ષકગણ ઉપસ્થિત રહી ડ્રગના દુરુપયોગ તેનાથી થતા નુકશાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઇ દ્વારા નશામુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!