હાલોલ:વિકસિત ભારત યુવા કનેક્ટ 2026 અંતર્ગત એમ. એન્ડ વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલ ખાતે કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૯.૨૦૨૬
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ તેમજ માય ભારત અંતર્ગત એમ.એન્ડ વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલના (NSS) વિભાગ દ્વારા “વિકસિત ભારત યુવા કનેક્ટ – ૨૦૨૬” કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાર્યક્રમની મુખ્ય થીમ “નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત” રાખવામાં આવી હતી. આ નિમિત્તે દિલ્હી સ્થિત વડાપ્રધાન કચેરી દ્વારા પસંદ કરાયેલ યુથ આઇકોન કુ. રાજવી કડિયા તથા વડોદરાના ‘નશા વોરિયર’ લીનાબેન છટાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.પ્રેરણાદાયી વક્તવ્ય અને નશા મુક્તિ સંકલ્પ: યુથ આઇકોન રાજવી કડિયાએ માય ભારત પોર્ટલની વિસ્તૃત સમજ આપી પોતાની અત્યાર સુધીની સફરનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે ઉપસ્થિત યુવાનોને નશા મુક્ત રહેવા અપીલ કરી પ્રતિજ્ઞા લેવડાવી હતી. વડોદરાના નશા વોરિયર લીના છટાનીએ યુવાધનને વ્યસનમુક્ત જીવન જીવવા માટેનું વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ‘માય ભારત’ અને ‘વિકસિત ભારત’ની ગૌરવગાથા દર્શાવતી લાઈવ વીડિયો શોર્ટ ફિલ્મો રજૂ કરવામાં આવી હતી, જેણે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ પૂરો પાડ્યો હતો.આ પ્રસંગે શ્રી હાલોલ ઉચ્ચ મહાજન શિક્ષણ મંડળના ટ્રસ્ટીઓ, કોલેજના પ્રિન્સિપાલ ડો. યશવંત શર્મા, એન.એસ.એસ. પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડો. સંજયભાઈ જોશી, કોલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં એન.એસ.એસ.ના સ્વયંસેવકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ.એસ.ડબલ્યુ. વિભાગના અધ્યાપક રાધાબેન ત્રિવેદી તથા ડો. જયેશભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.






