GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના અડાદરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું
તારીખ ૧૯/૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અડાદરા ગામે આવેલ જે બી કુમાર છાત્રાલય ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ ૧૨૭ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,કાલોલ મંડળ અધ્યક્ષ મહિદીપસિંહ ગોહિલ,મહિલા મોરચા જિલ્લા પ્રમુખ રશ્મિકાબેન પટેલ,કાલોલ તાલુકા યુવા મોરચા પ્રમુખ અજયસિંહ ચૌહાણ,કાલોલ તાલુકા મહિલા મોરચા પ્રમુખ ચેતનાબેન ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં છાત્રાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો મન કી બાત નો કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.