GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- વિધ્નહર્તા દુંદાળાદેવનુ વાજતે ગાજતે આગમન,ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે પંડાલો ગૂજ્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૯.૨૦૨૪

હાલોલ નગર સહિત પંથકમાં વિઘ્નહર્તા એવા દુંદાળાદેવ શ્રી ગણેશજી દસ દિવસ ના આતિથ્ય માનવા પધારતા ઠેર ઠેર શ્રીજીની ભક્તિસભર વાતાવરણમાં સ્થાપના કરવામાં આવી છે.હાલોલ નગર ખાતે ઘેરઘેર, સોસાયટીઓમાં,પોળો તેમજ ફળિયામાં શ્રીજીના આગમનની તડામાર તૈયારીઓ ગણેશ ભક્તો દ્વારા છેલ્લા ઘણા દિવસથી કરવામાં આવી રહી હતી.આજે ભાદરવા સુદ ચોથના શુભ દિવસે વિઘ્નહર્તા શ્રી ગણેશજી ની સ્થાપના ગણેશ પંડાલમાં ભક્તિસભર વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભ મહુરતમાં ગણેશ ભક્તો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી.હાલોલ નગર ખાતે ગણેશ ભક્તો દ્વારા પોતાના ઘરે તેમજ પોતાના ફળિયા માં સોસાયટીઓ માં તેમજ જાહેર જગ્યાઓ સહિત નાના મોટા થઈ ૯૦૦ ઉપરાંત શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.સ્થાપના દિનના પૂર્વ રાત્રે મોટા કદની શ્રીજી ની પ્રતિમાનું આગમન રાત્રીના ૧૦ કલાકથી વડોદરા રોડ ફાયર સ્ટેશન થી તેમજ કંજરી બાયપાસ તેમજ મેઇન રોડ ઉપરથી શ્રીજીના આગમન ની સવારી ડીજે તેમજ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શ્રીજી ની આગમન યાત્રા આજે શનિવારે વહેલી સવારે ગણેશ પંડાલમાં પોહચી હતી.

લોકોએ જાહેર માર્ગો પર હજારોની સંખ્યામાં ઉમટી પડી ગણેશ ભક્તોએ આગમન યાત્રા નો ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આજે વહેલી સવારથી જ ગણેશ પંડાલમાં મંગલ મહોરત ની અંદર વિઘ્નહર્તા એવા દુંદાળા દેવ શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.પ્રતિ વર્ષે હાલોલ નગર સહિત પંથકમાં ૧૦ દિવસ સુધી મહેમાન બની આતિથ્ય માનવા આવતા શ્રી ગણેશ ભક્તો દ્વારા દસ દિવસ સુધી તેને પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્યતા અનુભવે છે.ગણેશ ભક્તો દ્વારા ગણેશ પંડાલમાં વિવિધ થીમ દ્વારા શ્રીજી પંડાલ ને તેમજ શ્રીજીની પ્રતિમાને શણગારવામાં આવ્યા છે.આજે ગણેશ ચતુર્થી ના દિવસે પણ ગણેશ ભક્તો શ્રીજી પ્રતિમા તેમજ તેની પૂજા ની સામગ્રી લેવા બજારમાં લેવા માટે ઉમટી પડ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!