DHORAJIGUJARATRAJKOT CITY / TALUKO

Dhoraji: ધોરાજીમા રૂ.૨૫.૦૬ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનશે

તા.૧૮/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઓવરબ્રિજનું ઈ-ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા

Rajkot, Dhoraji: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ ધોરાજી ખાતે રૂ.૨૫.૦૬ કરોડના ખર્ચે બનનારા રેલવે ઓવરબ્રિજનું ઈ-ખાતમુર્હૂત કર્યું હતું.

ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતમા ખાતમુર્હૂત કાર્યક્રમ યોજાયો હતો.

શહેરના સ્વામિનારાયણ મંદિર પાસે ધોરાજી જુનાગઢ રોડ પર આવેલા ફાટક પર ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ રેલવે ઓવરબ્રિજ બનશે. આ રેલવે ઓવરબ્રિજ બનવાથી ધોરાજીથી જુનાગઢ, સોમનાથ તરફ જતા મુસાફરોને સરળતા રહેશે. ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના નાગરિકોની લાગણી અને માગણીને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

Back to top button
error: Content is protected !!