તા.૨૭.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા તાલુકામાં વિશ્વ ક્ષય દિવસ ઉજવણી અંતર્ગત સૂત્રોચાર સાથે રેલી કાઢવામાં આવી
ગરબાડા તાલુકામાં વિશ્વ ક્ષય દિવસ ઉજવણી અંતર્ગત સૂત્રોચાર સાથે રેલી કાઢવામાં આવી આજ રોજ તા ૨૭-૦૩-૨૫ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય તિલાવત તથા,જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એ.આર.ડાભીના માગૅદશૅન હેઠળ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસના અનુસંધાને ગરબાડા તાલુકામાં રેલીનું આયોજન કરેલ જેમા ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ રાઠોડ અને પાંચવાડા Phc મેડિકલ ઓફિસર ડૉ. બક્ષિસ ડામોર તથા આર.બી.એસ.કે ટીમ ના ડૉ.હરેશ પરમાર દ્વારા લીલી ઝંડી આપી રેલીનું આગમન કરેલ જેમા તાલુકા ટી.બી સુપરવાઈઝર, એમ.પી.એચ.ડબલ્યુ, એફ.એચ.ડબલ્યુ તથા આશા બહેનો જોડાયેલ અને ટીબી રોગ ને નાબુદ કરવા માટે સુત્રોચાર તથા પત્રિકા વિતરણ કરી ટીબી રોગ અંગે પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યો.”આવો સૌ સાથે મળીને ટીબીને ભગાવીએ”,આપણે સૌ બનાવીએ ટીબી મુક્ત સમાજ, “ટીબી હારેગા દેશ જીતેગા”