BODELICHHOTA UDAIPURGUJARAT

તાલુકા હેલ્થ ઓફિસ બોડેલી દ્વારા વિશ્વ ક્ષય દિન નિમિતે રેલી યોજવામા આવી

બોડેલી તાલુકામાં ૨૪ મી માર્ચ વિશ્વ ક્ષય દિન નિમિતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા ક્ષય અધિકારી ના માર્ગદર્શન હેઠળ બોડેલી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આયોજિત ૨૪ મી માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિતે બોડેલી તાલુકા વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના કર્મચારીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી જે રેલીમાં બેનરો પોસ્ટર અને સ્ટીકર પ્રદર્શન કરી બોડેલી સેવા સદન થી નીકળી બોડેલીના રાજમાર્ગ થી તાલુકા હેલ્થ કચેરી બોડેલી સુધી નીકળી હતી ટીબી રોગ એ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે તેના લક્ષણો બે અઠવાડિયાથી વધુ ખાંસી હોવી, ભૂખ ઓછી લાગવી, થાક લાગવી જેવા લક્ષણો છે જેના નિદાન માટે આપણે ગળફાની તપાસ કરાવવી અને એક્ષ – રે કરવો અને જો પોઝીટીવ આવે તો નિયમિત છ માસ સુધી સારવાર લેવા માં આવે તો ટીબી સંપૂર્ણ મટી શકે છે.. સરકાર દ્વારા ટીબી નાબૂદી માટે આ વર્ષે નવું સ્લોગન આપવામાં આવ્યું છે હા! આપણે ટીબી ના અંત લાવી શકીએ છીએ, ભારતના નેતૃત્વ અને ભારતના લોકોની શક્તિ દ્વારા જે આ વર્ષે નવું સ્લોગન આપવામાં આવ્યું હતું.. અને આજની રેલી ને સફળ બનાવવામાં આવી હતી

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!