એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા હાયર એજ્યુકેશન રેંકિંગ્સ ૨૦૨૫-૨૬ અંતર્ગત ગુજરાત રાજ્યમાં બીજું સ્થાન અને સમગ્ર ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું
એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા હાયર એજ્યુકેશન રેંકિંગ્સ ૨૦૨૫-૨૬ અંતર્ગત ગુજરાત રાજ્યમાં બીજું સ્થાન અને સમગ્ર ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા હાયર એજ્યુકેશન રેંકિંગ્સ ૨૦૨૫-૨૬ અંતર્ગત ગુજરાત રાજ્યમાં બીજું સ્થાન અને સમગ્ર ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં જાહેર થયેલા આ રેંકિંગમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કુલ ૧૩૦૦ માંથી ૯૨૨ ગુણ મેળવી આ ગૌરવમય સિદ્ધિ હાંસલ કરી છે. રેન્કિંગ માટે યુનિવર્સિટીનું મૂલ્યાંકન ફેકલ્ટીની ક્ષમતા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંશોધન અને ઇનોવેશન, અભ્યાસક્રમની વિવિધતા,ઔદ્યોગિક જોડાણો અને પ્લેસમેન્ટ, માળખાગત સુવિધાઓ,આંતરરાષ્ટ્રીય જોડાણો,લીડરશીપ એન્ડ ગવર્નન્સ વગેરે જેવાં વિવિધ માપદંડોને ધ્યાને લઈ કરવામાં આવે છે. યુનિવર્સીટીનાં કુલપતિ ડૉ. વી.પી.ચોવટિયા એ આ સિદ્ધિને યુનિવર્સીટીનાં સર્વાંગી વિકાસનું પ્રતિબિંબ ગણાવ્યું છે. આ ગૌરવમય સિદ્ધિ રાજ્ય સરકારનાં સંપૂર્ણ સહયોગ તેમજ સમગ્ર યુનિવર્સિટી પરિવારની મહેનત અને સમર્પણનું પરિણામ છે અને રાજ્ય તથા દેશમાં કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે આગળ વધવાનો દાખલો પુરો પાડે છે. દરેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા દાખવી ઉત્કૃષ્ટતાને ઉજાગર કરવામાં યુનિવર્સીટી સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી/સ્ટાફ, ખેડૂતો વગેરે સૌને આ ગૌરવપ્રદ સિદ્ધિ બદલ કુલપતિશ્રી દ્વારા હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવે છે
«
Prev
1
/
122
Next
»
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા