નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૦૪: નવસારી જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે યોજાયેલી જિલ્લા તકેદારી સમિતિની ત્રિ-માસિક સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારો ૧૯૮૯ હેઠળ નવસારી જિલ્લામાં ઓક્ટોબર-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ અંતિત દરમિયાન અનુસૂચિત જનજાતિના ઇસમો ઉપર થયેલ અત્યાચારના બનાવોની ઘટના, કોર્ટ પેન્ડિંગ કેસો, પોલીસ તપાસ હેઠળના ગુનાઓ, સહાય ચુકવણું, તેમજ અનુસૂચિત જનજાતિના લોકો દ્વારા પોલીસ રક્ષણની કરાયેલી માંગણી તથા અન્ય ખાતાઓ સાથે બાકી પ્રશ્નો અંગેની સમીક્ષા કરી હતી.
બેઠકમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જરૂરી માહિતી અંગે અવગત કરાયા હતા.જેમાં અત્યાચારના ગુનાની નોંધણી, ધરપકડ, ચાર્જશીટ, કોર્ટકેસ સુધીની પ્રક્રિયા અને સહાય ચુકવણી સંદર્ભે થયેલી કામગીરી અંગે જાણકારી આપવામાં આવી હતી.
<span;>ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં ઓક્ટોબર-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ દરમિયાન કુલ-૦૪ બનાવ નોંધાયેલ છે. વર્ષ-૧૯૯૫-૯૬ થી ૨૦૨૪-૨૫ સુધી કોટમાં ૨૩૬ કેસો દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૯૫ કેસોમાં જજમેન્ટ આવ્યું છે અને સપ્ટેમ્બર-૨૪ સુધી ૩૬ કેસો પેન્ડિંગ છે. આ સાથે કુલ-૦૯ કેસોમાં સહાય ચુકવવામાં આવી છે.
<span;>આ બેઠકમાં વકીલાત સાથે સંકળાયેલા સભ્યો તથા સમિતિના સભ્યો સહિત ઉચ્ચ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.