GUJARATJUNAGADH

જૂનાગઢ કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને પીસી & પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાઇ

જૂનાગઢ કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને પીસી & પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાઇ

તારીખ ૧૦ માર્ચના રોજ જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રીના પ્રતિનિધિ, સી.ડી.એચ.ઓ.શ્રીની હાજરીમાં અને ચેરમેનશ્રી એડવાઈઝરી કમિટી, સભ્યશ્રીઓ અને અધિકારીઓ સાથે પીસી એન્ડ પીએનડીટી એક્ટની એડવાઈઝરી કમિટીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.જેમાં જિલ્લામાં કુલ ૨૨૩ હોસ્પિટલો નોંધણી થયેલ છે જે પૈકી ૧૧૮ કાર્યરત છે. જૂનાગઢ જિલ્લાનો વર્ષ ૨૦૨૪ નો જન્મ સમય જાતિ પ્રમાણદર ૯૬૯ જેટલો છે, જેની આજની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત નોંધણી થયેલ હોસ્પિટલોમાં નિયમ- ૧૩ હેઠળ સોનોગ્રાફી મશીન અને વિઝીટીંગ ડોક્ટરોમાં થયેલ ફેરફાર તેમજ અન્ય મુદ્દાઓ પર કમિટીમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને તેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી સૂચના આપી હતી. ઉકત સમીક્ષા બેઠકમાં સમિતિના તમામ સદસ્યો હાજર રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!