જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લાના બિસ્માર રોડ રસ્તાની મરામત કરવા અંગેની રીવ્યુ બેઠક યોજાઈ
સમીર પટેલ, ભરૂચ
****
ભરૂચ – શનિવાર – ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આયોજનભવન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાના બિસ્માર રોડ રસ્તાની મરામત કરવા અંગેની રીવ્યુ અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગત બેઠકની સમીક્ષા સાથે કાર્યક્ષેત્રમાં આવાતા બિસ્માર રોડ રસ્તાની મળેલ રજુઆત/મરામત અંગેના આગામી સમયના આયોજન અને તેને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી.
વધુમાં, સમગ્ર જિલ્લામાં વરસાદ બાદ માર્ગોમાં સર્વે કરી જરૂર જણાય ત્યાં રિસર્ફેસીંગની કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપી હતી. તે સાથે બાકી રહેલા તમામ કામોને તેની સમયમર્યાદામાં પૂર્ણ તે માટે માર્ગદર્શન અને દિશાનિર્દેશનો કર્યો હતા. અને નેશનલ હાઇવે-માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયતને તેમજ નગરપાલિકા ભરૂચ સહિતના અધિકારીશ્રીઓને જિલ્લાના તમામ માર્ગો મોટેરેબલ બનાવવાનું કાર્ય સતત શરૂ રાખવા માટે સૂચન કર્યુ હતુ.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસર્વેશ્રીઓ રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામિ, રિતેશવસાવા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાધલ, માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, નેશનલ હાઇવે ઓથોરિટી, નગરપાલિકાના પ્રતિનિધિ સહિતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
***