વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા -૦૧ ઓક્ટોબર : કચ્છ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત મિશન મંગલમ અને “સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ” યોજનાના સંકલન દ્વારા ગ્રામ્ય કક્ષાએ સ્વ : સહાય જૂથની બહેનો સાથે “સખી ટૅાક શો”નું આયોજન કરવામાં આવ્યું હતુ.વિરાણીયા, સુગારીયા, સતાપર, સુવઇ, માધાપર, મોટી ભુજપુર, મમાયમોરા, દયાપર, મીઠી રોહર સહિતના ગામમાં “સખી ટૅાક શો” બહેનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે સંવાદ યોજવામાં આવ્યો હતો. આ તકે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અને મિશન મંગલમ્ યોજનાના જિલ્લા અને તાલુકાના કર્મચારીઓ દ્વારા સ્વ : સહાય જૂથની બહેનોને સ્વચ્છતા, ગોબરધન, પશુઓ, સ્વચ્છતામાં મહિલાઓનો ફાળો સહિત વર્મી કંપોસ્ટ અને પશુ શેડની સ્વચ્છતા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત કૃષિ સખી, પશુ સખી સહિતની મહિલાઓ “સખી ટૅાક શો” માં જોડાયા હતા, અને વિસ્તૃત માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું.