BANASKANTHAGUJARATPALANPUR

વિદ્યાધામ-ભાગળ(પીં)શાળા સંકુલમાં શાળાકીય રમતોત્સવ યોજાયો

17 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વિદ્યાધામ-ભાગળ(પીં)સંચાલિત શ્રી એસ.ડી.એલ. શાહ હાઇસ્કૂલમાં શાળાકીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-9 થી 12 ના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં અનેરા ઉત્સાહ અને ઉમંગથી હર્ષભેર ભાગ લીધો હતો. શાળાકીય રમતોત્સવ ની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી દ્વારા રમતનું જીવનમાં સ્થાન એ વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપી ધ્વજ ફરકાવી તેમજ શાળાના N.S.S. યુનિટના સ્વયંસેવકો દ્વારા મશાલ પ્રગટાવી શાળાકીય રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં 400 મી. દોડ, સ્લો સાયકલ, લીંબુ ચમચી, સિક્કા શોધ, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ, માટલા ફોડ અને રસ્સાખેંચ જેવી વિવિધ મનોરંજનાત્મક રમતોમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ મજા માણી. આ રમતોના કન્વીનરશ્રી જયંતિભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીશ્રી અનિલભાઈ ચૌધરી સાહેબ અને સ્વયમ વાલી મંડળના પ્રમુખશ્રી ભુપતસિંહ રાજપૂત હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ રમતો શાળાના આચાર્યશ્રી અને શિક્ષકમિત્રોના સાથ સહકારથી પૂર્ણ કરવામાં આવી હતી. અંતે શાળાના શિક્ષકમિત્રો દ્વારા બાળકોને બટાકા -પૌવાનો પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો.ખરેખર આજના દિવસ દરમિયાન બાળકોમાં શાળાકીય રમતોત્સવ દરમિયાન સંઘભાવના ખેલ દિલી અને ઉત્સાહનું અનેરૂ ભાવાવરણ સર્જાયું હતું.

Back to top button
error: Content is protected !!