GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના વેજલપુર ગામે વિજ્ઞાન મેળો યોજાયો
તારીખ ૨૨/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ કાંકણ ફળિયામાં આવેલ હોલમાં વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા જેમાં વોટર પ્લાન્ટ,માઈક્રો શોપ,ચરખો,હવાની શુદ્ધિકરણ, નાઇટ રોડ,એટીએમ મશીન તથા અન્ય પ્રોજેક્ટ રજૂ કર્યા હતા જેમાં પ્રથમ નંબરે આરો પ્લાન્ટ અયાજ બાડી જ્યારે બીજો નંબર હવાની શુદ્ધિકરણ શકીલ બાંડીની આપવામાં આવ્યો હતો આ વિજ્ઞાન મેળામાં વિવિધ મહાનુભાવો જેવા કે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના ફૈજાન મનસુરી,સર્વોદય વિકાસ ના પ્રમુખ સિદ્દિકભાઈ ટપ,મોલવી જુનેદભાઈ બદના તેમજ અજયભાઈ વાળંદ,યોગેશભાઈ કાછિયા,ઇમરાન પાડવા,ફૈજાન કઠીયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ વિજ્ઞાન મેળા ને સફળ બનાવવા વિજ્ઞાન મેળાના મુખ્ય સંચાલક એવા સોહિલભાઈ જમાલ અને ઈકબાલભાઈ પાડવા એ ભારે જહેમત ઉઠાવી હતી.