BANASKANTHAGUJARATPALANPUR

શ્રીમતી બી. કે. મહેતા આઈ.ટી. સેન્ટર BCA કોલેજ, પાલનપુર દ્વારા “Network & Cyber Security” વિષય પર સેમિનાર યોજાયો

17 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રીમતી બી. કે. મહેતા આઈ.ટી. સેન્ટર BCA કોલેજ, પાલનપુર દ્વારા તા. 10 જાન્યુઆરી, 2025ના રોજ Semester-6 ના વિદ્યાર્થીઓ માટે “Network & Cyber Security” વિષય પર સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે, આ ક્ષેત્રના મૌલિક વિષયોને સમજવામાં અને વિકસતા ડિજિટલ યુગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધતા સાયબર જોખમોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે છે તે અંગેનું વ્યવહારુ જ્ઞાન પ્રદાન કરવાનો હતો. જેમા સાયબર સિક્યુરિટીનું મહત્ત્વ અને સિદ્ધાંતો, સાયબર હુમલાના અલગ અલગ પ્રકારો, સિક્યુરિટી માટે ઉપયોગમાં આવતા વિવિધ ટૂલ્સ જેવી માહિતી આપવામાં આવી હતી.આ વ્યાખ્યાન, નોર્થ પોઈન્ટ સર્વિસ – પાલનપુરના CFO અને બીસીએ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દિલીપ પ્રજાપતિ તથા CTO શ્રી અરવિંદ પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યું. સેમિનાર નું સફળ આયોજન કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી ડો. એન.એસ.ગુપ્તાના માર્ગદર્શન હેઠળ એલુમ્ની કોઓર્ડિનેટર્ શ્રી. પરવીન વી. અમી તથા અન્ય સ્ટાફમિત્રો દ્વારા કરાયું હતું. ઉપરોક્ત સેમિનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી અને મદદગાર રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!