Rajkot: સરકારી પોલીટેક્નીક, રાજકોટ ખાતે ધોરણ૧૦ પછી ડિપ્લોમા પ્રવેશ અને કારકિર્દી માર્ગદર્શન અંગે સેમિનાર યોજાશે
તા.૨૬/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સરકારી પોલીટેક્નીક, રાજકોટ દ્વારા ધોરણ૧૦ પછી ના ડિપ્લોમા અભ્યાસ ક્રમમાં વર્ષ૨૦૨૫-૨૬ની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને પ્રવેશ કાર્યવાહી અંગે વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપવા તથા તેઓની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ, અમદાવાદ દ્વારા તા.૨૯/૦૫/૨૦૨૫ તથા તા.૦૪/૦૬/૨૦૨૫ના રોજ ભાવનગર રોડ, આજી ડેમ પાસે આવેલ સરકારી પોલીટેક્નીક, રાજકોટના ઓડીટોરીયમ હોલ ખાતે સવારે ૧૧:૦૦ વાગ્યે સેમીનારનું આયોજન કરવામાં આવશે.
તદુપરાંત આ સેમિનરમાં ડિપ્લોમામાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો દ્વારા કારકિર્દી ઘડતર અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. ડિપ્લોમા પ્રથમ વર્ષ૨૦૨૫-૨૬માં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થી તથા વાલીઓને સેમિનારમાં ઉપસ્થિત રહેવા અનુરોધ છે. વધુ માં અત્રેની સંસ્થાના LRUC બિલ્ડીંગમાં ડિપ્લોમા એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શન તથા અન્યવ જાણકારી મેળવવા માટે વિના મૂલ્યે હેલ્પ સેન્ટારપણ કાર્યરત છે.