કેશોદ શહેરમાં વસતાં સમસ્ત બ્રહ્મસમાજ ના વિધાર્થીઓ ને વર્ષ ૨૦૨૩-૨૪ મા પરીક્ષાઓમાં સફળતા મેળવી બ્રહ્મસમાજ ને ગૌરવ અપાવ્યું છે એવા બાલવાટીકા, કેજી થી ઉચ્ચ શિક્ષણ સુધીના ૧૮૦ વિધાર્થીઓ નું સન્માન કરવાનો કાર્યક્રમ અગ્રણી બિલ્ડર અને સામાજિક કાર્યકર રજનીભાઈ બામરોલીયા ના અતિથિવિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ ના પ્રમુખ રાજુભાઈ પંડ્યા એ સ્વાગત પ્રવચન કરી સૌ મંચસ્થ મહાનુભાવો અને હોદેદારો ઉપરાંત સૌ ભૂદેવ પરિવારને આવકાર્યા હતાં. શૈક્ષણિક સત્ર શરૂ થતાં પ્રથમ સપ્તાહમાં અભ્યાસમાં ઉપયોગી વસ્તુઓ ની કીટ લોઅર કેજી થી ઉચ્ચ શિક્ષણ સુધીના તમાંમ સફળતા મેળવેલા વિધાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. શૈક્ષણિક ક્ષેત્રે બ્રહ્મસમાજ ના વિધાર્થીઓ ઉતરોતર પ્રગતિ કરી સફળતાનાં શિખરો સર કરે અને સમાજનું શહેરનું ગૌરવ વધારે એવાં હેતુથી વિધાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.કેશોદ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ ના પુર્વ પ્રમુખ વિનુભાઈ પંડ્યા એ સન્માનિત વિધાર્થીઓ ને આર્શીવચન આપી મા સરસ્વતી ની કૃપાદૃષ્ટિ હરહમેશ રહે અને ઉતરોતર પ્રગતિ કરી પરિવાર,સમાજ, શહેરનું ગૌરવ વધારવા શુભેચ્છા પાઠવી હતી. કેશોદના ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ ની વાડી ખાતે યોજાયેલા વિધાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટીમંડળ, મહિલા પાખ, યુવા પાખ, બ્રહ્મ સોશ્યલ ફોરમ કારોબારી સમિતિના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં વસતાં સમસ્ત બ્રહ્મસમાજ ના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. વયમર્યાદા ને કારણે નિવૃત્ત થયેલા અને બહારગામથી બદલી કેશોદ ખાતે નિયુકત થયેલા બ્રહ્મસમાજ ના કર્મચારીઓ નું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ જીતુભાઈ ધોળકિયા એ કરી હતી
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel