BANASKANTHAGUJARATPALANPUR
સમતા વિદ્યાવિહાર બાલમંદિર પાલનપુરના વિદ્યાર્થીએ બાળગીત ગુંજન કાર્યક્રમમાં ભાગ લીધો
5 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
કુંવરબા શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે બાળગીત ગુંજન કાર્યક્રમ યોજાયો તેમાં બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર બાલમંદિરના સોપાન-૨ ના રાઠોડ મિસરી યોગેશભાઈએ ભાગ લીધો. આ બાળગીત ગુંજન કાર્યક્રમમાં સમતા વિદ્યાવિહાર બાલમંદિર સોપાન-૨ ના વિદ્યાર્થીને બાલમંદિરના આચાર્યશ્રી સુમિતાબેને માર્ગદર્શન આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી બાબુભાઈ પી સોલંકી તથા મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકીએ આ બાળગીત ગુંજન કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થી અને માર્ગદર્શન આપનાર શિક્ષકને અભિનંદન પાઠવે છે.