MORBI:શરીરમાં સ્પૂર્તિ જાળવી રાખવા માટે અંગ કસરત જરૂરી પણ મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં પીટી શિક્ષકોની ઉણપ!

MORBI:શરીરમાં સ્પૂર્તિ જાળવી રાખવા માટે અંગ કસરત જરૂરી પણ મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં પીટી શિક્ષકોની ઉણપ!
રીપોર્ટર શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી તાલુકાના રોટરી ગામની પ્રાથમિક શાળામાં નિવૃત્ત થયેલા પીટી શિક્ષક દ્વારા બાળકોને લેઝીમ અને ડબેલ્સ ના અંગ કસરત નાં દાવ શીખડાવવામા આવ્યા છે. આ સાથે ભૂલભુલમણી વાળી બે ગમ્મત પણ બાળકોને રમાડવામાં આવી જેથી બાળકોમાં ઉર્જા સાથે તરવરાટ જોવા મળ્યો હતો. આ બાબતે વાત કરીએ તો શાળામાં ભણતા બાળકોને બાળપણથી જ અંગ કસરત નાં દાવ શીખવા માટે સરકાર દ્વારા પીટી શિક્ષકોની નિમણૂક થતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નિમણુકો બંધ કરી દેતા હાલ પ્રાથમિક શાળામાં પીટી શિક્ષકોની મોટી ખોટ વર્તાઈ રહી છે જ્યારે રોટરી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય મણિલાલ ચરડવા અને અમરનગરના પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ સંબંધના દાવે અને વડીલોના નાતે નિવૃત્ત થયેલા પીટી શિક્ષક અંબારામભાઈ ઠોરીયા ને બાળકોને દાવ શીખવા નું આમંત્રણ આપ્યું હતું. આ સાથે તેમના મિત્રો રાઘવજીભાઈ પટેલ શ્રીકાંતભાઈ પટેલ, રવાપર (નદી) પ્રાથમિક શાળાના આચાર્ય જયંતીભાઈ કુંડારીયા વગેરે રોટરી ગામ ની પ્રાથમિક શાળાએ મુલાકાત લીધી હતી્ ૭૦ વર્ષ ઉંમર છે છતાં સ્ફુર્તિ ધરાવતા પીટી શિક્ષક અંબારામભાઈ ઠોરીયાએ બાળકોને લેજીસ અને ડબેલ્સના દાવ શીખડાવ્યા હતા જ્યાં બપોરનું પ્રીતિ ભોજન યોજાયું હતું આ લેજીસ અને ડબેલ્સના દાવ બાળકોને શીખવા મળે તે માટે રોટરી ગામ અને અમરનગર ગામની પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.










