GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર સ્વામિનારાયણ વિદ્યા સંકુલ સ્કૂલ ખાતે ટેનિસ ટૂર્નામેન્ટ રમાઈ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ફાઇનલ મેચમાં વિજેતા બની

તાલુકાની ૪૫ જેટલી શાળાની ટીમો વચ્ચે મેચ રમાઇ

વિજાપુર સ્વામિનારાયણ વિદ્યા સંકુલ સ્કૂલ ખાતે ટેનિસ ટૂર્નામેન્ટ રમાઈ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ફાઇનલ મેચમાં વિજેતા બની
તાલુકાની ૪૫ જેટલી શાળાની ટીમો વચ્ચે મેચ રમાઇ
વિજાપુર તા
વિજાપુર શહેર માં આવેલ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ટેનિસ ટૂર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં વિજાપુર માણસા તાલુકાની ૪૫ જેટલી ટીમો એ ભાગ લીધો હતો જેમા અંડર ૧૫ ની સ્વામિનારાયણ ટીમ અને અનોડિયા પ્રાથમિક શાળા ની ટીમ ફાઇનલ મેચ સુધી પોહચી હતી. મંગળવારે બંને ટીમો એ ફાઇનલ મેચ રમતા જેમાં સ્વામિનારાયણ સ્કૂલની ટીમ વિજયી બની હતી જ્યારે અનોડિયા પ્રાથમિક શાળા રનર્શ અપ ટીમ બની હતી આ ટુર્નામેન્ટ મા અનોડીયા શાળાના બાળક બેસ્ટ બોલર અને બેસ્ટ પ્લેયર તરીકે પ્રતિક રાઠોડ ને જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે બેસ્ટ બેટ્સમેન તરીકે શ્રી સ્વામિનારાયણ સ્કૂલ ના વિદ્યાર્થી શ્લોક ભરત ભાઇ પટેલ ને જાહેર કરી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જ્યારે ફાઇનલ વિજેતા ટ્રોફી વિજેતા ટીમ ને શ્રી સ્વામિનારાયણ સ્કૂલના આચાર્ય ડો ભરત ભાઈ પટેલ દ્વારા વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. બંને ટીમો એ ખેલ ભાવના દાખવી એકબીજાને ગળે વળગી અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!