GUJARATKUTCHMANDAVI

પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે ત્રણ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે SPC ની ત્રિ-દિવસીય બિન નિવાસી શિબિરનો શુભારંભ કરાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૦૨ ઓક્ટોબર : સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કૂલ, નિરોણા મધ્યે પ્રાથમિક કુમાર શાળા, પ્રાથમિક કન્યા શાળા તેમજ સરસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે SPC ની ત્રિદિવસીય શિબિરની શરૂઆત હાઈસ્કૂલના પ્રાંગણમાં આચાર્યશ્રી ડો વી.એમ ચૌધરી સાહેબની મુખ્ય ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતી. જેમાં કમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તેમજ ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર કિંજલબેન ચૌધરીએ ત્રિ-દિવસીય શિબિર વિષયક વિસ્તૃત માહિતી આપી પ્રથમ દિવસની શિબિરની શરૂઆત માં શારદેને યાદ કરી સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવેલ હતી. પ્રાર્થના બાદ ગુજરાત એસ.પી.સી. વડા હસમુખભાઈ પટેલના youtube ના માધ્યમથી એસ.પી.સી. વિશેના વક્તવ્યને સાંભળ્યા બાદ હાઇસ્કૂલના આચાર્ય શ્રી ડો વી.એમ.ચૌધરી સાહેબે એસ.પી.સી. બાબતે SPC ના કેરેટ્સ સાથે વાર્તાલાપ કરેલ હતો, જેમાં સૌ કેરેટ્સ હર્ષભેર જોડાયેલ હતા. વાર્તાલાપ બાદ લગભગ ૧૦ જેટલા કુમાર અને કન્યા કેરેટ્સ દ્વારા ‘મારો હીરો’, એવા એમના રોલ મોડલ વિશે વાત કરી અન્ય કેડેટ્સને તેમના જીવન ચરિત્રથી પ્રેરિત કરવાનો પ્રયાસ કરેલ હતો. થોડા વિરામ બાદ વાંચનની સુટેવ વિશે એક સેમિનારનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં વાંચનની ટેવ, તેની ઉપયોગીતા વિશે સૌને પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના સી.પી.ઓ દ્વારા માહિતગાર કરવામાં આવેલ હતા. અને સાથે સાથે પ્રજા અને પોલીસ વચ્ચેના સંબંધો વિશે પણ વર્ગ ચર્ચા રાખવામાં આવેલ હતી. સાંજના સમયે શાળાના મેદાનમાં કેરેટ્સમાં સાહસિકતા વિકસે એ હેતુથી રોપ ક્લાઈમ્બિંગ કરાવવામાં આવેલ હતું અને બોલ ગેમ પણ રમાડવામાં આવેલ હતી. થોડા મનોરંજન બાદ કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની, ડી.આઇ. કિંજલબેન ચૌધરી, અન્ય સી.પી.ઓ. તેમજ તમામ કેરેટ્સ દ્વારા સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બાબતે જાગૃતી ફેલાવવાનો પણ પ્રયાસ કરેલ હતો. પ્રથમ દિવસિય શિબિરના અંતે ડી.આઇ. કિંજલબેન દ્વારા સૌ કેરેટ્સ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

Back to top button
error: Content is protected !!