Rajkot: સાહસિક પ્રવૃત્તિઓ પ્રોત્સાહન શિબિર અંતર્ગત કુલ ૧૫૦ યુવાનો તેમજ ૫૦૦ આપદા મિત્રોને તાલીમ અપાઈ
તા.૭/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી રાજકોટ તથા જિલ્લા ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર કલેકટર કચેરી રાજકોટના સંયુક્ત ઉપક્રમે આપદા મિત્ર રિફ્રેશર તાલીમ ૨૦૨૪ તેમજ પ્રદેશ કક્ષા સાહસિક પ્રવૃત્તિઓ પ્રોત્સાહન શિબિર નું આયોજન રાજકોટ તેમજ ઓસમ ડુંગર, પાટણવાવ, ધોરાજી ખાતે કરાયું હતું.આ શિબિરમાં કુલ ૧૫૦ યુવાનો તેમજ ૫૦૦ આપદા મિત્રોએ ભાગ લીધો હતો.
આ શિબિર દરમિયાન ફાયર સેફ્ટી, પ્રાથમિક સારવાર, સી.પી.આર તાલીમ તેમજ એસ. ડી.આર. એફ દ્વારા યુવાનો ને તાલીમ આપવામાં આવી હતી. તેમજ ૩ દિવસ ઓસમ ડુંગર પાટણવાવ ખાતે યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓ ખીલે એ માટે રિવર ક્રોસિંગ, રેપ્લિંગ, મેપ રીડિંગ, વન પર્યાવરણ, વનસ્પતિ નું જ્ઞાન પૂરું પડાયું હતું, તેમજ કેમ્પના છેલ્લા દિવસે ઓસમ ડુંગર માંથી સ્વરછતા અભિયાન અંતર્ગત સાફ સફાઈની પ્રવૃત્તિ કરીને પ્લાસ્ટિક એકત્ર કરાયું હતું.
આ શિબિરમાં એસ આર પી કેમ્પ ઘંટેશ્વરના પી.એસ.આઈ.શ્રી બી. કે. રાઠવા, ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર શ્રી હાર્દિક ગઢવી, રેડક્રોસ સોસાયટીના શ્રી બિપીન ભાઈ, મ્યુનિસિપલ કોલેજ ઉપલેટાના શ્રી શૈલેષ બુટાણી એ પોતાની સેવા આપી હતી. આ શિબિર દરમિયાન ડિઝાસ્ટર મામલતદાર હિમાંશુભાઈ ચૌહાણ, નાયબ મામલતદાર શ્રી એ. ડી.મોરી, ડી.પી.ઓ શ્રી પૂજા બેન વાઘમારે તથા રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશ દીહોરાએ ખાસ જહેમત ઉઠાવી હતી.