BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકાના નાથપુરા ખાતે શ્રી વડેચી માતાજીના મંદિરે વૃક્ષારોપણ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો.

શ્રી વડેચી માતાના મંદિરે દેવદરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજીબાપુ ગુરૂશ્રી વસંતનાથજીબાપુના પાવન નિશ્રામાં

ઓગડમા ખીલ્યું કમળ

ઓગડ તાલુકાના નાથપુરા ખાતે શ્રી વડેચી માતાજીના મંદિરે વૃક્ષારોપણ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો.

ઓગડ તાલુકાના નાથપુરા ગામે શ્રી વડેચી માતાના મંદિરે દેવદરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજીબાપુ ગુરૂશ્રી વસંતનાથજીબાપુના પાવન નિશ્રામાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ની પ્રેરક ઉપસ્થિતમા ઓગડ તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યો અને નવ નિયુક્ત પ્રમુખ/ઉપપ્રમુખ અને હોદેદારોનો આભારદર્શન અને વર્યક્ષારોપણ કાર્યક્રમ ૬ ઠ્ઠી જૂન ૨૦૨૬ ને શનિવાર ના રોજ સવારે યોજાયો હતો.
શનિવારના રોજ પૂજ્ય બળદેવનાથજીબાપુ સહીત સંતો મહંતોની પાવન નિશ્રામાં કીર્તિસિંહ વાઘેલા સહીત ભાજપના કાર્યકરો ના હસ્તે વૃક્ષારોપણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્મની શરૂઆત કરવામાં આવી હતી.પ્રમુખ પતિ દશરથજી ઠાકોરે મહાનુભાવોનું શાબ્દિક શબ્દો દ્વારા સન્માન કરી પૂજ્ય બળદેવનાથબાપુને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી ભેટપૂજા કરી જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિતને શ્રી ઓગડજી મહારાજની ફોટો પ્રતિમા આપી કીર્તિસિંહ વાઘેલા ને સાફો પહેરાવી તલવાર અને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સુખદેવસિંહ સોઢા, હરગોવનભાઈ શિરવાડીયા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભારતસિંહ ભટેસરીયા ને ફેંટો બાંધી શાલ ઓઢાડી સન્માન કરેલ.ઓગડ તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન ઠાકોર,ઉપ પ્રમુખ ભારતીબેન ઠક્કર સહિત મહેમાનો સાધુ સંતોને ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને વક્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો અંગે જાણકારી આપી હતી તેમજ પર્યાવરણ બચાવવા માટે વૃક્ષો વાવી તેનું જતન કરવા જણાવ્યું હતું.કાંકરેજ તાલુકાનું વિભાજન કરી નવીન ઓગડ બનાવ્યો એ બાબતે દશરથજી ઠાકોરે ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.થરા ખાતે ઓગડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન દશરથજી ઠાકોરે ઉપ પ્રમુખ ભારતીબેન નિરંજનભાઈ ઠકકરે ચાર્જ સંભાળ્યો હતો ત્યારે ઉપસ્થિત મહાનુભવો દ્વારા ખૂબખૂબ શુભેરછાઓ પાઠવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓગડ તાલુકા ભાજપ ટીમ દ્વારા ભારે ઉત્સાહ સાથે મહેનત કરી સફળ બનાવ્યો હતો.સ્ટેજ સંચાલન નચિકેતા સંસ્કારધામના હસમુખભાઈ ચૌધરીએ જયારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રમેશભાઈ જોષી, ઝેણુભા વાઘેલાએ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!