નવસારી જિલ્લાના દિવ્યાંગજનોને દિવ્યાંગતાને અનુરૂપ સાધનો આપવાના હેતુસર પરીક્ષણ શીબીરનું આયોજન
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ભારતીય ક્રુત્રિમ અંગ નિર્માણ (એલિમ્કો) કાનપુર-ઉત્તરપ્રદેશ દ્વારા સ્ટીલ ઓથોરીટી ઇન્ડિયા લિ. (SAIL CMO)ની CSR યોજના અંતર્ગત નવસારી જિલ્લાના દિવ્યાંગજનોને દિવ્યાંગતામાં સહાયરૂપ થાય તેવા સાધનો આપવાના હેતુથી એક પરીક્ષણ શીબીરનું આયોજન જિલ્લા વહીવટ તંત્ર, નવસારી તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી,નવસારી અને એલિમ્કો દ્વારા કરવામાં આવનાર છે.
જેમાં નિષ્ણાત તબીબી ટીમ દ્વારા કેમ્પમાં હાજર રહેનાર દિવ્યાંગ લાભાર્થીની ચકાસણી કરી તેમની દિવ્યાંગતાને અનુરૂપ (૧) અસ્થિવિષયક દિવ્યાંગ માટે દિવ્યાંગતાને અનુરૂપ જરૂરીયાત જણાય તે મુજબ મોટર રાઇઝડ ટ્રાયસિકલ, વ્હીલચેર, હાથથી ચલાવવાની ટ્રાયસીકલ, બગલઘોડી વગેરે (૨) અંધત્વ કે ઓછીદ્રષ્ટીની દિવ્યાંગાતા માટે સ્માર્ટ ફોન, બ્રેઇલ કીટ, સુગમ્ય કેન વગેરે (૩) સાંભળવાની ક્ષતિ ધરાવતા દિવ્યાંગ માટે હિંયરીંગ એઇડ (બેરા મીટર) (૪) સેરેબલ પાલ્સી ધરાવતા દિવ્યાંગ માટે C.P. ચેર વગેરે દિવ્યાંગતામાં રાહતરૂપ સાધનોનું દિવ્યાંગ વ્યક્તિની જરૂરીયાત મુજબ ટીમ દ્વારા પરીક્ષણ કરવામાં આવશે.
આ કેમ્પમાં દિવ્યાંગ લાભાર્થીઓએ પાસપોર્ટ સાઇઝ ફોટો, UDID કાર્ડની નકલ, સિવિલ સર્જનનું સર્ટીફિકેટની નકલ, આધારકાર્ડની નકલ, આવકનો દાખલાની નકલ, રહેઠાણનો પુરાવાની નકલ લાવવાની રહે છે.
પરીક્ષણ શિબિર (કેમ્પ) ડો.આંબેડકર ભવન, કલેકટર કચેરીની પાછળ, કાલીયાવાડી, નવસારી ખાતે તા.૦૬/૧૨/૨૦૨૪ તેમજ જરૂર જણાયે લાભાર્થીઓના લક્ષ્યાંકને પુર્ણ કરવા માટે તા.૦૭/૧૨/૨૦૨૪ના રોજ યોજાનાર છે. આ કેમ્પમાં લાભાર્થીઓએ રૂબરૂ હાજર રહી લાભ લેવા તથા પરીક્ષણ કેમ્પ અંગે વધુ જાણકારી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જુનાથાણા, નવસારીની રૂબરૂ મુલાકાત લેવી અથવા ઓફીસ ફોન નંબર ૦૨૬૩૭ ૨૩૨૪૪૦ ઉપર સંપર્ક કરવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નવસારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.