વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ:તા.૧૧ એપ્રિલ: ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા નારણદેવજી લાઈબ્રેરીમાં “રૂપદા” દક્ષિણ ગુજરાત કલાકાર વૃંદ પ્રેરિત દિપક પટેલના વૈયક્તિક પેઇન્ટિંગ કલા શ્રી રંગ કલા ( ચિત્રકલા )પ્રદર્શન યોજાશે.
“રૂપદા” દક્ષિણ ગુજરાત કલાકાર વૃંદ ચિત્રકલાને પ્રોત્સાહન મળે એ માટે ચિત્રકાર દિપક પટેલના હસ્તે દોરાયેલા વૈયક્તિક પેઇન્ટિંગ, કલા ચિત્રોનું વિવિધ સ્થળોએ પ્રદર્શનનું આયોજન કરતી હોય છે જે અન્વયે ધરમપુરમાં પણ બે દિવસીય શ્રી રંગ કલા (ચિત્રકલા) પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રી રંગ કલા (ચિત્રકલા) પ્રદર્શનનું ઉદ્ઘાટન તા.૧૩ એપ્રિલ, રવિવાર ના રોજ સવારે ૧૦ કલાકે ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મયકંભાઈ મોદી, કેશવભાઈ ટંડેલના વરદ હસ્તે થશે. આ રંગ કલા પ્રદર્શનના અતિથિ વિશેષ દીપમાલા ચોનકર (ચેરમેનશ્રી, લાઈબ્રેરી સમિતિ, ધરમપુર નગરપાલિકા),ડો.વિજયભાઈ ઈટાલીયા(ચીફ ઓફિસર,ધરમપુર નગરપાલિકા) અને ગજુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં થશે. આ બે દિવસીય ચિત્રકલા પ્રદર્શનને નિહાળવા તમામ વિદ્યાર્થીઓ, યુવા, યુવતીઓ, ભાઈ, બહેનોને જણાવાયુ છે. વધુ વિગત માટે મો.નં. ૯૮૯૮૪ ૦૮૮૫૬ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.