શ્રી એલ.વી.નગરશેઠ હાઇસ્કૂલ સમૌ મોટામાં અષાઢી બીજ ની અનોખી ઉજવણી કરવામાં આવી

19 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી એલ.વી.નગરશેઠ હાઇસ્કૂલ સમૌ મોટામાં અષાઢી બીજ ની અનોખી ઉજવણી કરવામાં આવી
છોડમાં રણછોડ અને ધરો માં ધરણીધર ઉક્તિને સાકાર કરતા સદર હાઈસ્કૂલમાં અને સાંદિપની ગુરુકુળમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને એક -એક ભારતીય પ્રજાતિ ના વૃક્ષ આપીને અષાઢી બીજ જગન્નાથ ભગવાનની શોભાયાત્રા અને શાળામાં યોજાયેલ કલા કુંભ કાર્યક્રમ અંતર્ગત NSS યુનિટ અને ઇકો ક્લબ દ્વારા દરેક વિદ્યાર્થીને સ્મૃતિ રૂપે એક વૃક્ષ આપી પોતાના ખેતરની અંદર તેનો ઉછેર કરી ભગવાન જગન્નાથની શોભાયાત્રા ની યાદગીરીના ભાગરૂપે તે વૃક્ષને ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. શાળાના પ્રધાનાઆચાર્યશ્રી અને NSS પ્રોગ્રામ ઓફિસર, ઇકો યુનિટના સંયોજક શ્રી એ પણ જીવનમાં વૃક્ષનું મહત્વ અને એક વૃક્ષનું જતન કરી ધરતીને હરિયાળી બનાવવા અને પ્રકૃતિનું જતન કરવાની નાગરિક કર્તવ્ય ની સુંદર વાતો કરવામાં આવી. શાળાના આવા કાર્યક્રમ થકી લોકોને દિશાદર્શન કરવાના આવા અનુકરણીય પ્રયોગને શાળાના પ્રધાનાઆચાર્ય શ્રી નટુભાઈ જોષી અને શાળા મંડળે બિરદાવ્યો .શાળા પરિવારે સુંદર વ્યવસ્થા દ્વારા સદર કાર્યક્રમને સફળ બનાવ્યો શાળા મંડળે પણ શાળા ના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને આવા સમાજ ઉપયોગી, પર્યાવરણ લક્ષી અનુકારણીય કાર્યક્રમ કરવા બદલ શુભકામનાઓ પાઠવી.





