
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ , તા-૧૯ જુલાઈ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જંગી ખાતે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીને, વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા લોકપ્રિય આરોગ્ય કર્મચારી ભુરાભાઈ સાહેબ નો નિવૃત્તિ વિદાયમાન સન્માન સમારંભ’ જંગી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુકામે ખૂબ જ ભવ્ય રીતે યોજાઈ ગયો.બી. કે. જાદવ સાહેબે પોતાના મિલનસાર અને સર્વ સમાજ પ્રત્યેના સેવાભાવી સ્વભાવના કારણે સમાજમાં થી ભાજપ અને કોંગ્રેસ ના આગેવાનો સાથે સામાજિક, ધાર્મિક લોકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સમારંભમા ખાસ ઉપસ્થિત મહાનુભાવો જેમાં હરિપર બૌદ્ધ વિહાર થી પૂજ્ય આયુ. બૌદ્ધ ભંતેજી વિપસ્સી તેમજ સંતશ્રી મેકરણ દાદા અખાડા (જંગી) ના મહંતશ્રી વેલજી દાદા એ શુભેચ્છાઓ આપી આશિર્વાદ આપ્યા હતા.આ સાથે જ તમામ સગા-સંબંધીઓ, મિત્ર વર્તુળ, દરેક સમાજના આગેવાનો, પી.એચ.સી. સ્ટાફના સહકર્મીઓ અને વિશાળ સંખ્યામાં સગાંસંબંધીઓ, મિત્રો,શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત સભ્ય રણછોડભાઈ, કાંઠા ચોવીસી માજી પ્રમુખ જીતુભાઈ દાફડા, વિપક્ષી નેતા મનજીભાઈ રાઠોડ તથા જંગી પી.એચ.સી. ના મેડીકલ ઓફિસર ડો.ભૂમિકા બેન ગજેરા એ ભૂરા ભાઈ ની સેવાઓ ને જાહેર મંચ પરથી શબ્દો થી બિરદાવી હતી ને ભાવિ સમૃદ્ધ સમાજ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.કાર્યક્રમમાં પધારેલા તમામ આગેવાનોનું તિલક અને ફૂલહાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત તમામ મહાનુભાવો અને શુભેચ્છકોએ નિવૃત્ત થતા શ્રી બી. કે. જાદવ સાહેબને સાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કર્યા હતા. સર્વેએ તેમના આગામી નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.પી.એચ.સી.જંગી ના કિંજલબેન,રાજુભાઈ પરમાર, રમેશભાઈ પઠાણ, તમામ સ્ટાફ માં સી.એચ.ઓ., એમપીડબલ્યુ, એફ એચડબલયુ,આશા બહેનો, શિક્ષકો અન્ય સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સરપંચ તથા જંગી ગ્રામ જનોની સાથે જંગી પીએચસી ટીમે આખુંય આયોજન સંભાળયુ હતું. સ્નેહીજનો એ સંનમાન સાથે જાદવ સાહેબના વિદાય સમારોહ ને યાદગાર બનાવ્યો હતો.




